લખપત: લખપત તાલુકામાં અનિયમિત વીજ પુરવઠાથી ખેડૂતો પરેશાન: દયાપર વીજ કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર અપાયું
Lakhpat, Kutch | Sep 30, 2026 લખપત તાલુકામાં વારંવાર અનિયમિત વીજ પુરવઠો અને વીજ ધાંધિયા સર્જાતા ખેડૂતો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ જટિલ સમસ્યાને લઈને ભારતીય કિસાન સંઘ અને સ્થાનિક ખેડૂતો દયાપર સ્થિત પીજીવીસીએલ કચેરી ખાતે એકઠા થયા હતા. વીજ કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો અને અધિકારીઓની ગેરહાજરી વચ્ચે કલાકો સુધી રાહ જોયા બાદ આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂત અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે વર્ષોથી પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવતી નથી.