શહેરા: શહેરામાં આદિવાસી દીવસની ઉજવણી નિમિત્તે બોગસ સર્ટિફિકેટ ધરાવનારાઓને દૂર કરવાની માંગ સાથે સંકલ્પ લેવાયો
શહેરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ કેશવ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો વડીલો અને યુવાનો અને યુવતીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોની ઉપસ્થિત રહ્યા હતા,જેમાં સમાજની એકતા, પોતાની ભાષા અને સંસ્કૃતિનું જાળવી રાખવા તેમજ બોગસ પ્રમાણપત્ર ધરાવનારાઓને દૂર કરવાની માંગ સાથે સંકલ્પ પણ લીધો હતો.