માંડવી: સ્મિત મચ્છરની ઝડપી સ્વસ્થતા માટે માંડવીમાં પ્રાર્થના કરાઈ
Mandvi, Kutch | Oct 2, 2026 ગુજરાતી મૂળના બહાદુર પાઇલટ સ્મિત મચ્છરના સારા સ્વાસ્થ્ય અને ઝડપી સ્વસ્થતા માટે માંડવી શહેર ભાજપ પરિવાર દ્વારા વોર્ડ નં. ૭, નવાપુરા સ્થિત શ્રી રામ મંદિર ખાતે પ્રાર્થના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો અને વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સ્મિત મચ્છર ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.