ગાંધીધામ: પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે તિરંગાને સલામી
80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીધામ સ્થિત પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી શ્રી એ.વી. રાજગોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિપુર પીઆઈ એમ.સી. વાળા, અંજાર પીઆઈ એચ.એ. જાડેજા, દુધઈ પીઆઈ એન.બી. ડોડીયા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.