ભચાઉ: સામખિયાળી ટોલ પ્લાઝા નજીક સ્ક્રેપમાં આગ, ભચાઉ ફાયર ટીમે કાબૂ મેળવ્યો
Bhachau, Kutch | Oct 1, 2026 ગતરોજ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112 મારફતે સામખિયાળી ગામે ટોલ પ્લાઝા નજીક હોટલ પાછળ સ્ક્રેપમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી.જાણ મળતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.આ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ તથા શક્તિસિંહ જોડાયા હતા.