હાલોલ: હાલોલના ટીંબી ખાતે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઇ
હાલોલના ટીંબી ગામે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ ગોધરાની વિસ્તરણ રેન્જ-હાલોલ દ્વારા 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સાથે અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.