ખંભાત: ખંભાતના 28 વર્ષીય તબીબ વિદ્યાર્થીનું વડોદરામાં અંકોડિયા કેનાલમાં ડૂબી જવાથી મોત
Khambhat, Anand | Aug 11, 2026 ખંભાતના મરીયમપુરા નજીક દીપ પ્રકાશ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય તબીબ ડૉ. દર્શન બાબુભાઈ ડોડીયા ગોત્રી હોસ્પિટલના ચામડી રોગ વિભાગમાં (સ્કીન ડિપાર્ટમેન્ટમાં) એમડી કરી રહ્યા હતા. તેઓ અને તેમનો જૂનો મિત્ર અંકોડિયા કેનાલ નજીક ગયા હતા. કેનાલ પાસે બેઠા હતા ત્યારે વિપરીત દિશામાં જઈ રહેલ પોલીથીનની થેલીમાં જળચર ફસાયો હશે જેથી પોલીથીનને બહાર કાઢવા માટે નીચે ઉતર્યો હતો તેનો પગ લપસી જતા તે કેનાલમાં ડૂબી ગયો હતો અને મોત થયું હતું.