ખંભાત: કાળી તલાવડી ખાતેના 1200થી વધુ ખેડૂતોની MSP રજીસ્ટ્રેશનના 5 મહિના બાદ પણ બાજરી ન લેવાતા રોષ
Khambhat, Anand | Aug 16, 2026 ખંભાતમાં ટેકાના ભાવે (MSP) બાજરીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ અને કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે.તપાસ દરમિયાન ખંભાતના કાળી તલાવડી ખાતેના સરકારી ગોડાઉનમાં રજીસ્ટ્રેશન કરતાં વધુ જથ્થો ઝડપાઈ જતાં 15મી જુલાઈએ ગોડાઉન બંધ કરી દેવામાં આવ્યા છે.પરંતુ હવે વેપારીઓ અને અધિકારીઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે અસલી ખેડૂતોનો મરો થયો છે અને તેઓ પોતાની મહેનતનું ઉત્પાદન વેચવા માટે વલખાં મારી રહ્યા છે. આ અંગે રવિવારે સાંજે 6 ક્લાકે ખેડૂતોએ પ્રતિક્રિયા આપી હતી.