ગાંધીધામ: ચેમ્બર મધ્યે ૮૦ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ
રાષ્ટ્રના ૮૦ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગાંધીધામની અગ્રણી વ્યાપારી સંસ્થા-ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રાંગણમાં ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે દેશ આજે આઝાદીના ૭૯ વર્ષ પુરા કરી ૮૦ માં વર્ષમાં પ્રવેશ કરી આઝાદીનો પર્વ ઉત્સાહ અને ગૌરવભેર ઉજવી રહ્યો છે ત્યારે સંકુલના તમામ નગરજનો અને સમગ્ર દેશવાસીઓને ગાંધીધામ ચેમ્બર તરફથી હાર્દિક અભિનંદન સહ-શુભકામનાઓ પાઠવેલ.