ગોધરાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રીરમેશભાઈ કટારા
નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના નવનિર્મિત ૧૧ ઓરડાઓના લોકાર્પણ કરાય
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ દ્વારા આયોજિત "સમરસ વિદ્યા સેતુ અભિયાન" નો જિલ્લા કક્ષાએ શુભારંભ પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ કરાવ્યો હતો.
આ ઉપરાંત ગોધરા તાલુકાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના રૂ.૧.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત મકાનના ૧૧ ઓરડાઓનો લોકાર્પણ સમારોહ પણ પ્રભારી મંત્રી રમેશભાઈ બી. કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
#panchamahalsamachar #news #godhra