ખંભાત: નવાપુરા પાસે રોડ સાઈડે ઉભેલા યુવકનું ટેમ્પીની અડફેટે મોત
Khambhat, Anand | Aug 14, 2026 ખંભાતના ઉદેલ સ્થિત નવાપુરા ચોવાડ ખાતે રહેતો જતીનકુમાર પરેશભાઈ પ્રજાપતિ ઘરેથી નીકળ્યો હતો અને નવાપુરા રામદેવપીર મંદિરની પાસે રોડ સાઈડમાં ઉભો હતો.એ જ સમયે ખંભાત તરફથી પુરપાટ ઝડપે એક ટેમ્પી આવી ચઢી હતી અને તેને અડફેટે લીધો હતો.આ બનાવમાં યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખંભાતની બાદ કરમસદની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જ્યાં યુવકનું મોત થયું છે. આ અંગે પોલીસે GJ23Y1590ના આધારે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.