સુરત કલેક્ટર કચેરી ખાતે BMSના નેજા હેઠળ કામદાર નેતાઓ અને વિવિધ ક્ષેત્રના કામદારો દ્વારા ધરણા તથા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન સાથે જોડાયેલી બહેનોએ રજૂઆત કરી કે મોંઘવારીના સમયમાં બાળક દીઠ મળતી સરકારી રકમ અપૂરતી છે. પાંચ વર્ષથી વધુ સમયથી સેવા આપી રહેલા કર્મચારીઓએ સરકાર પાસે બાળક દીઠ મળતા ભોજનના દરમાં વધારો કરવાની માંગ કરી હતી.
#Surat #BMS #WorkersProtest #MidDayMeal #LabourRights #HumDekhengeNews