ગારિયાધાર: ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામે ધોધમાર વરસાદ પડ્યો
ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામે આજે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગ્રામજનોમાં પણ રાહત જોવા મળી હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે નદી-નાળા અને વરસાદી વહેણમાં પણ પાણીની આવક વધવાની શક્યતા છે. ખેડૂતોએ વરસાદને લઈને રા