સાબરમતી વિસ્તારમાં ઝોન-2 ડીસીપીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે બે દિવસ પહેલા જ ભાડે રાખેલા ગોડાઉનમાં રેડ કરી 377 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ ડ્રાઇવમાં દારૂ, આઈસર ટ્રક અને ટેમ્પો સહિત કુલ 28 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી, બે મોબાઈલના આધારે વધુ તપાસ હાથ ધરી છે.