સુરત સમરસ હોસ્ટેલમાં પાણી માટે હંગામો! વિદ્યાર્થીનીઓનો વિરોધ, વોર્ડનના રાજીનામાની માંગ
સુરતની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણીની સમસ્યાને લઈને વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો.
વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ, હોસ્ટેલમાં માત્ર અડધો કલાક જેટલું જ પાણી આપવામાં આવે છે. ગઈકાલે રાત્રે શરૂ થયેલો વિરોધ આજે સવારે પણ યથાવત રહ્યો હતો.
વિદ્યાર્થીનીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો અને વોર્ડનના રાજીનામાની માંગ કરી. આ ઉપરાંત જમવામાં જીવાત આવતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
હોસ્ટેલની વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે હવે તંત્ર તરફથી શું કાર્યવાહી થાય છે તેના પર નજર છે.
#Surat #SamrasHostel #SuratNews #vnsgu #StudentProtest
Surat Samras Hostel, Samras Girls Hostel Surat, Surat hostel protest, Surat girls hostel news, Samras hostel water problem, Surat student protest, hostel water shortage Surat, Surat breaking news, Surat latest news, Gujarat hostel news, girl માંગ
Udhna, Surat | Oct 2, 2026