ગાંધીધામ: મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આદિપુર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે 15 ઓગસ્ટના રોજ આદિપુર ખાતે આવેલા મહારાવ મદનસિંહજી સર્કલ ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બી.ડી. ડાવેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.