માંડવી: ક્રાંતિ તીર્થથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ શ્યામજી કૃષ્ણ વર્માને કર્યા યાદ
Mandvi, Kutch | Oct 4, 2026 પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતી નિમિત્તે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ક્રાંતિ તીર્થ ખાતેથી તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે દેશની આઝાદી માટે શ્યામજી કૃષ્ણ વર્માના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્રસેવાના સંઘર્ષને યાદ કરી યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી.