શહેરા: શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે લોખંડનો હાઇ વોલ્ટેજ વીજ થાંભલો ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં
શહેરા-ગોધરા હાઇવે માર્ગ પર આવેલ શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે લોખંડનો હાઇ વોલ્ટેજ વીજ થાંભલો ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં.વીજ થાંભલો પવનના કારણે ઝૂલતા મિનારાની જેમ હલતો જોવા મળ્યો.વીજ થાંભલોની આવી સ્થિતિને જોઈ આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ.વીજ થાંભલો ગમે ત્યારે પડે તે પહેલાં જ MGVCL દ્વારા વીજ થાંભલો હટાવી નવીન વીજ થાંભલો બેસાડવામાં આવે તેવી માંગ