દાહોદ શહેરમાં આજે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો, જ્યારે વિશ્વાસ અને શુદ્ધતાની આગવી પરંપરા ધરાવતા પ્રખ્યાત ડીપી જ્વેલર્સ (DP Jewellers) ના નવા ભવ્ય શોરૂમનું રંગેચંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સમગ્ર દાહોદ ઉમટી પડ્યું હતું.
આ ભવ્ય ઓપનિંગ સમારોહના મુખ્ય આકર્ષણ અને વિશેષ અતિથિ તરીકે ટેલિવિઝનની દુનિયામાં ઘરે-ઘરે જાણીતો ચહેરો અને 'અનુપમા' ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ઉપસ્થિત રહ્યા હતા. જેવી રૂપાલી ગાંગુલીની એન્ટ્રી થઈ, દાહોદવાસીઓએ તાળીઓ અને હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યું.
વર્ષોના વિશ્વાસ, ઉત્કૃષ્ટ કારીગરી અને અદભુત આભૂષણો માટે જાણીતું ડીપી જ્વેલર્સ હવે દાહોદના આંગણે ઉપલબ્ધ થતાં સ્થાનિક ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો, આમંત્રિત મહેમાનો અને પ્રશંસકોની હાજરીથી ઉદ્ઘાટન સમારોહ ખરેખર યાદગાર અને ભવ્ય બની રહ્યો હતો.
#dpjewellers
#Dahodniasmita #news #instagram #gujarat
Dohad, Dahod | Sep 24, 2026