હાલોલ: હાલોલ નગરને વધુ સ્વચ્છ બનાવવા 47 લાખના ખર્ચે ‘રોડ સ્વીપર મશીન’નું લોકાર્પણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે કરાયુ
હાલોલ શહેરમાં આધુનિક સફાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે અંદાજીત રૂ. 47 લાખ જેટલી માતબર રકમના આધુનિક 'રોડ સ્વીપર મશીનનું ભવ્ય લોકાર્પણ તા.13 ઓગસ્ટ ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના કરકમલો દ્વારા સંપન્ન થયો હતો.