ખંભાત: દહેડા પ્રાથમિક શાળાની ટીમ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન
ખંભાત તાલુકાના દહેડા પ્રાથમિક શાળાએ SGFI (School Games Federation of India) ટુર્નામેન્ટમાં ખંભાત તાલુકામાં અન્ડર 14 વિભાગ બહેનોમાં સમગ્ર ખંભાત તાલુકામાં કબ્બડીની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે.આ અંગે ટીમના કોચ યુનુસભાઈ જુવાનસંગ રાણાની અથાગ મહેનત અને બાળકોના ટેલેન્ટથી વિજેતા થયેલી ટીમને આચાર્ય હિતેશકુમાર પ્રફુલચંદ્ર પરમારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.આગળ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.