વાપીમાં મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ ક્લબના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થિનીનું કરુણ મો-ત: પરિવારમાં શોકનું મોજું
વાપીના ચલા વિસ્તારમાં આવેલી વાપી મહાનગરપાલિકા સંચાલિત ‘સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપી’ ખાતે સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી એક યુવતીનું કરુણ મો-ત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવતીની ઓળખ દમણ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય અંશુ કુમારી સિંગ તરીકે થઈ છે.
અંશુ કુમારી સ્વિમિંગ શીખવા માટે સ્પોર્ટ્સ ક્લબમાં આવી હતી, જ્યાં અચાનક તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગી હતી. સ્વિમિંગ પુલમાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ તેને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ લાંબો સમય પાણીમાં રહેવાના કારણે તેનું મો-ત થયું હતું. આ તેજસ્વી વિદ્યાર્થિનીના અકાળે અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવારે સ્પોર્ટ્સ ક્લબ તંત્ર પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.
વધુ સમાચારો અને
Vapi, Valsad | Oct 1, 2026