ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતી નિમિત્તે સુરતના અડાજણ વિસ્તારમાં દિવ્ય પથ ફાઉન્ડેશન દ્વારા અનોખો સેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો. 1 ઓક્ટોબર સવારે 8:30થી 2 ઓક્ટોબર સવારે 8:30 સુધી 24 કલાક જાહેર રોડ પર રેંટિયા કંતાન કરવામાં આવ્યું. રેંટિયા પર કાંતેલા સૂતરમાંથી નાડાછડી બનાવી આમ જનતા અને વિદ્યાર્થીઓને બાંધી સ્વચ્છતા તથા વ્યસનમુક્તિનો સંકલ્પ લેવડાવવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ પણ હાજરી આપી હતી.
#GandhiJayanti #LalBahadurShastri #DivyaPathFoundation #SuratNews #HumDekhengeNews