ગાંધીધામ: પ્રોહિબિશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ,ઈનોવામાં બનાવ્યા હતા ‘દારૂના ગુપ્ત ખાના’!
ગતરોજ ગાંધીધામ B ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગુડ સાઇડ પુલિયા તરફ આવતી ઈનોવા કારને રોકી તપાસ કરતાં 40 પેટીમાં રહેલી કુલ 1,920 બોટલ, કિંમત રૂ. 2.88 લાખ, ઈનોવા કાર તથા ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ.13.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે રાજસ્થાનના ભાવેશ બાબુલાલ નાઈ અને સુરેશકુમાર ભીખારામ બિશ્નોઈને ઝડપી પાડ્યા છે. જ્યારે અંજારના નટુ ઠાકોર તથા તેના મારફતે સંપર્કમાં આવેલા દારૂનો જથ્થો મંગાવનાર શખ્સને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.