ગાંધીધામ: ભારતનગરમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન થતાં જ ગુંજી તાળીઓ: વેપારીઓએ A-ડિવિઝન પોલીસની કામગીરી બિરદાવી
ભારતનગરમાં આઈસ્ક્રીમના વેપારી પર હુમલો અને સાક્ષી પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના સીસીટીવી ફૂટેજ ગતરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આ કેસમાં ગાંધીધામ A-ડિવિઝન પોલીસે ઝડપી ડિટેક્શન કરી આરોપી અવેશ સિધિક સુમરા અને સરફરાજ મેહબૂબભાઈ ચૌહાણને ઝડપી પાડયા હતા. બંને આરોપીઓને ભારતનગર ખાતે ઘટનાસ્થળે લઈ જઈ આજરોજ પોલીસ દ્વારા બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.