ભચાઉ: ભવાનીપુર વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજથી આગ, ફાયર ટીમે કાબૂ મેળવ્યો
Bhachau, Kutch | Sep 30, 2026 ગતરોજ રાત્રે ભવાનીપુર સોની સમાજવાડી ખાતે ગેસ સિલિન્ડર લીકેજ થતાં રૂમમાં આગ લાગી હતી. જાણ થતાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમે સ્થળે પહોંચી સિલિન્ડરને સુરક્ષિત બહાર કાઢી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.