ગારિયાધાર: ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગારીયાધારના ઇરફાન ઉર્ફે કટિયાને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો
ખેલ ખતમ! ટૂરની આડમાં વિદેશી દારૂની ખેપ મારતો 'કટિયો' અને એનો સાગરીત એલસીબીના સકંજામાં! ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ગારિયાધારના ઇરફાન ઉર્ફે કટિયાની 'ટૂર'ની મજા હંમેશાં માટે બગાડી નાખી છે! અમદાવાદથી ખોડલ રાજ ટ્રાવેલ્સની બસમાં પેસેન્જર બનીને વિદેશી દારૂની ભરેલી થેલીઓ લઈને બેઠેલા ઇરફાન અયુબભાઇ મહેતર અને સોહનભાઇ કુમારભાઇ ચુડાસમાને ભડભીડ ટોલનાકા પાસેથી ફિલ્મીઢબે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બાતમીના આધારે સપાટો બોલાવી થેલાઓની તલાશી લેતા '