વાપીમાં ‘ગ્રાઇન્ડર’ ડેટિંગ એપ દ્વારા બોલાવીને રૂ. ૧૪,૦૦૦ ની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
વાપીના કરવડ વિસ્તારમાં ડેટિંગ એપ ‘ગ્રાઇન્ડર’ (Grindr) ના માધ્યમથી એક યુવકને બોલાવીને ચાકુની અણીએ રૂ. ૧૪,૦૦૦ ની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ડુંગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલી સંપૂર્ણ રકમ પણ કબ્જે કરી લીધી છે.
ઘટનાની વિગતો મુજબ, તારીખ ૧૨ ઓગસ્ટના રોજ એક યુવકનો ‘ગ્રાઇન્ડર’ એપ દ્વારા અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. આરોપીઓએ તેને કરવડ સ્થિત ભારત પેટ્રોલ પંપની સામે એક અંધારાવાળી અને નિર્જન જગ્યાએ બોલાવ્યો હતો. ત્યાં પહેલેથી જ હાજર ત્રણ શખ્સોએ યુવક સાથે મારામારી કરી હતી અને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક રૂ. ૧૪,૦૦૦ ની રોકડ લૂંટી લીધી હતી.
બનાવ અંગે ફરિયાદ નોંધાતા જ ડુંગરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફ
Vapi, Valsad | Aug 17, 2026