શહેરા: શહેરા તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ તાડવા ગામે યોજાયો હતો, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલે પ્રતિક્રિયા આપી
શહેરામાં 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાડવા ગામની ગ્રામ પંચાયત ખાતે યોજાયો હતો,જેમાં પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલના હસ્તે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરીને દરેકને ઘરે એક વૃક્ષ વાવવા અપીલ કરાઈ હતી.