હાલોલ: સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત કંજરી આંગણવાડી ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં 'આંગણ મિલન' કાર્યક્રમ યોજાયો
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત આજે સોમવારના રોજ હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલી આંગણવાડી ખાતે "આંગણ મિલન" સેવા કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.