ખંભાત: ખંભાતમાં પીંજારકોટ વિસ્તારમાં ગેસ લાઈન ફાટતા અફડાતફડી, વિડીયો વાયરલ
ખંભાત શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા પીંજારકોટ વિસ્તારમાં પાલિકાની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટી જવાની મોટી ઘટના સામે આવી છે.પાલિકા દ્વારા જેસીબી મશીન મારફતે આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન અચાનક ગેસ લાઈન ફાટી ગઈ હતી હોવાની માહિતી મળી હતી.ગેસ લાઈન ફાટતા ભારે પ્રેશર સાથેશ ૧૫ ફૂટ ઊંચાઈ સુધી ગેસ લીકેજ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ ટેક્નિકલ ટીમો તાત્કાલિક ધોરણે દોડી આવી હતી