હાલોલ: વડાતળાવ ગામે સન ફાર્મા દ્વારા નવનિર્મિત આધુનિક આંગણવાડીનું ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરાયું
હાલોલના વડાતળાવ ગામે બાળકોના પાયાના શિક્ષણ અને સ્વાસ્થ્યને નવો વેગ આપવાના ઉદ્દેશથી સન ફાર્મા કંપનીના CSR વિભાગ દ્વારા એક સુસજ્જ અને આધુનિક આંગણવાડી કેન્દ્રનું નવેસરથી બાંધકામ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના શુભહસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.