ભચાઉ: રૂ.50 હજારની લેવડ-દેવડમાં હત્યા: આરોપીને આજીવન કેદ
Bhachau, Kutch | Oct 2, 2026 સામખિયાળીમાં 23/11/23ના રોજ 50 હજારની લેવડ-દેવડ બાબતે થયેલી બોલાચાલીમાં ગફુર ઈસ્માઈલ મન્સુરીની છરીના ઘા મારી હત્યા કરવાના કેસમાં આરોપી **વિનોદ અમરશી લુહારને ભચાઉ કોર્ટએ આજીવન કેદની સજા ફટકારી છે.સામખિયાળી પોલીસે ગુનો નોંધી તપાસ અધિકારી વી.આર. પટેલે CDR, FSL રિપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા એકત્ર કરી ચાર્જશીટ રજૂ કરી હતી.સરકારી વકીલ ડી.એસ.જાડેજાની રજૂઆત તથા 22 સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાના આધારે ન્યાયાધીશે આરોપીને તકસીરવાર ઠહેરાવ્યો છે.