ગાંધીધામ: પોલીસનો પીછો, ફોર્ચ્યુનરનું ટાયર ફાટતાં ચાલક ફરાર,ફોર્ચ્યુનરમાંથી 50થી વધુ પેટી વિદેશી દારૂ હોવાની પ્રાથમિક આશંકા
ગાંધીધામ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ગાંધીધામ શહેરના નુરી મસ્જિદ આગળ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન વોચમાં હતી.દરમિયાન એક ફોર્ચ્યુનર કારનો ચાલક પોલીસને જોઈ જતા કારને પૂરઝડપે હંકારીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે તેનો પીછો કરતા ફોર્ચ્યુનર ડિવાઇડર સાથે અથડાઈ હતી.અકસ્માતના પગલે કારનું ટાયર નીકળી જતાં ચાલકે કાર રસ્તા પર જ છોડી નાસી છૂટ્યો હતો.પ્રાથમિક તપાસમાં કારમાંથી 50થી વધુ પેટી દારૂનો જથ્થો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.