રાજકોટ: આણંદપર પાસેના પુલ પરથી છકડો રીક્ષા નદીમાં ખાબકી,ઇજાગ્રસ્ત ચાલક સારવાર હેઠળ, સદનસીબે જાનહાની અટકી
Rajkot, Rajkot | Dec 22, 2025 આજે સવારે આઠ વાગ્યાની આસપાસ શહેરના આણંદપર નજીક આવેલ પુલ પરથી એક છકડો રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર છકડો રીક્ષાના ચાલકે કાબૂ ગુમાવી દેતા છકડો રીક્ષા નદીમાં ખાબકી હતી અને ચાલકને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસ સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત થયેલ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને સ્થળ પર હાજર રહેલ લોકોનું નિવેદન નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.