શહેરા: પાનમ ડેમ નજીકના સાતકુંડા ગામે કુદરતી સૌંદર્ય વચ્ચે એક પછી એક એમ સાતેય કુંડમાં ધોધ વહેવા લાગતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા
શહેરા તાલુકાના પાનમ ડેમ નજીક સાતકુંડા ગામે ચોમાસા દરમ્યાન છેલ્લા પાંચેક દિવસથી અવિરત વરસાદ વરસવાને કારણે ડુંગર પર કુદરતી સૌંદર્ય વચ્ચે એક પછી એક એમ સાતકુંડમાંથી વહેતા ધોધ વહેવા લાગતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા,જેને લઈને કુદરતી સૌંદર્ય વચ્ચે ધોધનો નજારો જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી તેમજ દૂરદૂરથી સહેલાણીયો ઉમટી પડતા હતા,કુદરતી સૌંદર્ય વચ્ચે વહેલા ધોધની મજા માણી હતી.