ભચાઉ: સુરજબારી પાસે પાણીની લાઈન તૂટી, હજારો લીટર પાણી વેડફાયું
Bhachau, Kutch | Sep 30, 2026 ભચાઉ: કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી નજીક પાણીની લાઈન અચાનક તૂટી જતા હજારો લીટર પાણી વહી ગયું હતું. લાઈનમાં ભંગાણ પડતાં પાણીનો ધોધ છૂટ્યો હતો અને આસપાસ પાણી ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તૂટેલી લાઈનનું સમારકામ કરી પાણીનો પ્રવાહ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ છે.