ગાંધીધામ: પૂર્વ કચ્છ LCBએ કિડાણા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપ્યા
પૂર્વ કચ્છ LCB પોલીસે કિડાણા ખાતે હાજી આમદભાઈ છુછીયાના મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓ જુમા આમદ રોહા અને ઈબ્રાહીમ ઉર્ફે ગોબલી હુશેન ચાવડાનેને ઝડપી પાડ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, બે મોબાઈલ અને બાઈક સહિત 5,41,435 નો મુદ્દામાલ કબજે કરી બંનેને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને સોંપ્યા છે.