ગારિયાધાર: ગારિયાધાર એસ.ટી. બસ સ્ટેન્ડની કુંડી ઉભરાઈ, ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું
ગારિયાધાર એસ.ટી. બસ સ્ટેન્ડની કુંડી ઉભરાઈ, ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું દુર્ગંધથી રાહદારીઓ અને મુસાફરો પરેશાન, તંત્રની બેદરકારી સામે રોષ ગારિયાધાર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક ગંદકી અને ગટર સમસ્યાના કારણે લોકો પરેશાન બન્યા છે. બસ સ્ટેન્ડની કુંડી ઉભરાઈ જતાં ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું છે, જેના કારણે અવરજવર કરતા રાહદારીઓ તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. બસ સ્ટેન્ડ જેવા જાહેર સ