રક્ષાબંધનના પવિત્ર તહેવારે સુરતની લાજપોર જેલમાં હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા. સચિન-નવસારી રોડ પર આવેલી લાજપોર જેલમાં કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી. બહાર દાદાગીરી અને હવાબાજીનો રોફ બતાવનારા કેટલાક ભાઈઓ આજે જેલના સળિયા પાછળ બહેન સામે ભાવુક બન્યા હતા. બહેનના હાથે રાખડી બંધાવતા અનેક કેદીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ દ્રશ્ય માત્ર લાગણીસભર નહોતું, પરંતુ સમાજ અને ખાસ કરીને યુવાનો માટે મોટો સંદેશ આપતું હતું. થોડી ક્ષણની બદમાશી આખા પરિવારને વર્ષો સુધી રડાવી શકે છે. રસ્તા પરનો રોફ થોડા સમયનો હોય છે, પરંતુ ગુનાનો દાગ અને જેલની સજા પરિવાર પર લાંબી અસર છોડી શકે છે. યુવાનો માટે સંદેશ સ્પષ્ટ છે — લુખ્ખાગીરી અને ગુનાનો રસ્તો છોડો, પરિવારની ઇજ્જત અને ભવિષ્ય બચાવો. કારણ કે બહેનની રાખડી કાંડા પર જ શોભે છે, જેલના સળિયા પાછળ નહીં.
On the sacred occasion of Raksha Bandhan, emotional scenes were witnessed at Surat’s Lajpore Jail. At the Lajpore Jail on the Sachin-Navsari Road, sisters tied Rakhi to their imprisoned brothers. Some who once showed off their bravado and aggression outside were seen getting emotional in
Udhna, Surat | Aug 28, 2026