ગાંધીધામ: આદિપુર પંચમુખી હનુમાન મંદિર પ્રાંગણમાં 7,380 દીકરીઓની ઉપસ્થિતિમાં ‘નારી તું નારાયણી’ કાર્યક્રમ સંપન્ન
સનાતન શ્રીરામ સંગઠન દ્વારા તા.1 ઓક્ટોબરના રોજ પંચમુખી હનુમાન મંદિર ગ્રાઉન્ડ ખાતે ‘એક સાંજ લાડકવાયી દીકરીના નામ – નારી તું નારાયણી’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 7,380 દીકરીઓ સહિત અંદાજે 14થી 15 હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા.યુથ મોટિવેશન સ્પીકર **અશોકભાઈ ગુજ્જર (સુરત)એ દીકરીઓને સુરક્ષા, શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.આ દરમિયાન દીકરીઓએ માતા-પિતા, શિક્ષકો અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની શપથ લીધી હતી.