ગાંધીધામ: સેક્ટર-8 વિસ્તારમાં ઓફિસમાં જુગાર રમતા 11 શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપ્યા
બી ડિવિઝન પીઆઈ એસ.વી.ગોજીયા અને પીએસઆઈ એલ.એન. વાઢીયાની ટીમે સેક્ટર-8 ના મનાલી ટાવરની ઓફિસ નંબર 111માં દરોડો પાડી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા 11 જુગારીઓ પ્રહલાદ વના પ્રજાપતિ, રમેશ ભાવસંગ ઠાકોર, પ્રકાશ રામજી ચારણ, લાલજી ભલા ભરવાડ, રાહુલ અશોક પવૈયા, નિતિન ખીમજી પરમાર, અનિલગીરી ગુડુગીરી ગોસ્વામી, મહિપતસિંહ વિરૂભા વાઘેલા, હાર્દિક વિજય ગઢવી, અનિરૂદ્ધસિંહ પ્રતાપસિંહ જાડેજા અને જયદિપસિંહ વિજયસિંહ ઝાલાને પકડી કુલ રૂ. 1,67,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે