પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આઠમી પુણ્યતિથિએ દેશે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દિલ્હીના ‘સદૈવ અટલ’ સ્મારક પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી. PM મોદીએ અટલજીને અસાધારણ દ્રષ્ટિવાળા રાજનેતા અને રાષ્ટ્રસેવા માટે સમર્પિત વ્યક્તિત્વ ગણાવ્યા. તેમણે કહ્યું કે અટલજીના વિચારો, સુશાસન અને જનકલ્યાણની ભાવના અનેક પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. અટલ બિહારી વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહ્યા અને પોખરણ પરમાણુ પરીક્ષણ સહિત અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા. વાજપેયીને વર્ષ 2015માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
#AtalBihariVajpayee #AtalJi #BharatRatna #PMModi #Tribute #HumDekhengeNews