સુરતની સ્મિમેર મેડિકલ કોલેજે રેગિંગ અટકાવવા માટે નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે કોઈ વિભાગમાં રેગિંગની ઘટના બનશે તો સંબંધિત HOD અને યુનિટ હેડ પણ જવાબદાર ગણાશે. કોલેજ તંત્રે કેમ્પસમાં રેગિંગ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. નવા રેસિડેન્ટ ડૉક્ટરો અને વિદ્યાર્થીઓને પ્રથમ દિવસથી જ એન્ટી-રેગિંગ નિયમોની માહિતી આપવામાં આવશે. જૂનિયર વિદ્યાર્થીઓને માનસિક કે શારીરિક ત્રાસથી બચાવવા વિભાગીય વડાઓની જવાબદારી વધારવામાં આવી છે. તાજેતરની ગંભીર ઘટનાને પગલે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા સ્મિમેર તંત્રે આ પગલું ભર્યું છે.
#SMIMER #Surat #AntiRagging #MedicalCollege #GujaratNews #HumDekhengeNews