ચેન્નઈમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી વિજયે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ કાર્યક્રમમાં અભિનેત્રી તૃષા કૃષ્ણન પણ હાજર રહી હતી અને તેની હાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી. વાયરલ વીડિયોમાં તૃષા વિજયના માતા-પિતા એસ.એ. ચંદ્રશેખર અને શોભા ચંદ્રશેખર સાથે બેઠેલી જોવા મળે છે. પીળી સાડી અને વાળમાં ગજરા સાથે તૃષાનો પરંપરાગત લુક પણ સોશિયલ મીડિયામાં ચર્ચાયો હતો. અગાઉ વિજયના શપથગ્રહણ સમારોહમાં પણ તૃષાની હાજરીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ હતી. વિજય અને તૃષાના સંબંધોને લઈને અટકળો ચાલી રહી છે, જોકે બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
#ThalapathyVijay #TrishaKrishnan #IndependenceDay #Chennai #ViralVideo #HumDekhengeNews