મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટની વહેલી સવારે અમદાવાદ એરપોર્ટથી અમેરિકા જવા રવાના થયા. તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના સંદર્ભમાં અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે. પ્રવાસ દરમિયાન વિવિધ રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવાના પ્રયાસો થશે. ગુજરાત ડેલિગેશન વોશિંગટન ડી.સી., ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરેન્ટોમાં રાઉન્ડ ટેબલ તથા વન-ટુ-વન બેઠકો કરશે. ઇમરજિંગ ટેક્નોલોજી સેક્ટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરવામાં આવશે. આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટે રોકાણકારોને આમંત્રણ પણ આપવામાં આવશે.
#BhupendraPatel #VibrantGujarat2027 #GujaratInvestment #USCanadaVisit #GujaratNews