મહારાષ્ટ્ર FDAએ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને ‘વિમલ ઇલાયચી’ જાહેરાત મામલે નોટિસ ફટકારી છે. FDAનો આરોપ છે કે આ જાહેરાત પ્રતિબંધિત પાન મસાલા બ્રાન્ડનો સરોગેટ પ્રચાર હોઈ શકે છે. ત્રણેય અભિનેતાઓ પાસેથી જાહેરાતમાં તેમની ભૂમિકા અંગે કારણદર્શક જવાબ માંગવામાં આવ્યો છે. FSS એક્ટની જોગવાઈઓ હેઠળ ભ્રામક જાહેરાત સાબિત થાય તો 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, સપ્લાય અને વેચાણ પર હાલ પ્રતિબંધ લાગુ છે. FDA કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વમાં વિભાગ તંબાકુ અને સરોગેટ પ્રમોશન સામે કડક કાર્યવાહી કરી રહ્યો છે.
#ShahRukhKhan #AjayDevgn #TigerShroff #VimalElaichi #MaharashtraFDA #HumDekhengeNews