17 ઓગસ્ટથી ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ હવે અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશનથી દોડશે. ટ્રેન સવારે 6:15 વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશનથી ઓખા માટે રવાના થશે. મુસાફરોની સુવિધા માટે આંબલી રોડ સ્ટેશન પર નવું સત્તાવાર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી બોપલ, સરખેજ, એસજી હાઈવે અને પશ્ચિમ અમદાવાદના મુસાફરોને મોટી રાહત મળશે. સાબરમતીને ટર્મિનલ બનાવવાથી કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનો અને મુસાફરોનું ભારણ પણ ઘટશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને 17 ઓગસ્ટથી લાગુ થનારા નવા સમયપત્રક મુજબ મુસાફરીનું આયોજન કરવા જણાવ્યું છે.
#VandeBharat #SabarmatiStation #OkhaAhmedabad #WesternRailway #GujaratNews #HumDekhengeNews