ભરૂચ: ભરૂચમાં સાયબર જાગૃતિ રથનો પ્રારંભ, એસપી અક્ષયરાજ મકવાણાએ આપી લીલી ઝંડી
ભરૂચમાં સાયબર ક્રાઈમ સામે જાગૃતિ લાવવા માટે સાયબર પોલીસ અને SRF ફાઉન્ડેશન દ્વારા 'સાયબર જાગૃતિ રથ' તૈયાર કરાયો છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ એસપી કચેરીથી આ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.