ગોધરા: ગોધરા સબ જેલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
ગોધરા સબ જેલ ખાતે ૧૫મી ઓગસ્ટના રોજ ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જેલ અધિક્ષક આર.બી. મકવાણા, કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિઓ, વકીલ, સામાજિક કાર્યકરો અને બંદીવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન, સલામી અને તિરંગા રેલી યોજાયા બાદ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. ઉત્કૃષ્ટ કામગીરી બદલ કર્મચારીઓ અને કેદીઓને પ્રમાણપત્ર અપાયા હતા. મહાનુભાવોએ ક્રાંતિવીરોનું સ્મરણ કરી બંદીવાનોને શીઘ્ર મુક્ત થઈ ખુશહાલ જીવન જીવવાની શુભેચ્છા